મન મળે ના મળે , મેળાવડો કરો તો ખરા,
વેળા હો કે કવેળા, મેળાવડો કરો તો ખરા;
મેળવી લો મનના તાર , એકતાર થઇ જરા,
તારે તારે તરવરાટ, મેળાવડો કરો તો ખરા;
મતભેદો ઘણા છે, મન ભેદ ના કરવા જરા,
ભેદની દિવાલ ભેદી ,મેળાવડો કરો તો ખરા,
મનોમય જગતમાં, આવિર્ભાવ છે અનંત નો,
વિચારમંચે તદ્રુપ જરા મેળાવડો કરો તો ખરા,
ખેલ છે પ્રાકૃતિક સૌંદર્ય તણો, અહીં લિબાશ,
આનંદ સ્વરૂપમાં જરા ,મેળાવડો કરો તો ખરા,