દ્રવીભૂત થતાં,  હ્દયે,  સંવાદો ઠરીઠામ છે,
ચૈતન્ય નાં પ્રવાહે,  ચિન્મય એ ઠરીઠામ છે;
નકશો નિર્દેશ કરે છે, ગહન નજરે જરાક એ,
કીકી ની ગહનતા માં ઈશારાઓ ઠરીઠામ છે;
મૌનનું પહેરણ પહેર્યું વાણી, લલકારે આંખો,
સંવેદના ઠાલવી હ્દયે , લાગણી ઠરીઠામ છે;
અજાણ્યો શું જાણે ,  જાણતો પણ અજાણ,
અણસમજુ અજાણતામાં, જાણે ઠરીઠામ છે;
આનંદ વાત અનંતની, પાંખો વિના ઉડતુ પંખી,
રહસ્યમય કશું છે નહીં, રહસ્ય માં ઠરીઠામ છે;