વહેતા રહીએ , અને થોડુંક સહેતા રહીએ,
નદીની જેમ જિંદગીને, થોડું વહેતા રહીએ;
આંસુની ભીડ ચીરીને,તરત નીકળી જઈએ
ગોરા ગાલનો સ્પર્શ, થોડોક સહેતા રહીએ;
હાલ દિલની ધડકનો નો, જરાક સાંભળીને,
વસંત ને આમંત્રણ જરાક, કહેતા જઈએ;
તોફાની મોજોની ફીકર , કરવી નહીં સફરમાં,
કસ્તી મઝધાર લઈને, આનંદ મ્હેકતા રહીએ;
ફિતરત દિલની બની જાય, ફના થવાની જ્યાં,
દર્દ અને જખ્મોને દિલ,આપણે સહેતા રહીએ;