આમ શબ્દાત્મક અનૂભૂતિ માં,
વહી જવું, ક્યાંક તો, પાલવે છે;
રોજ સવારે નવી જ, કોઈ કથા,
વ્યથાની, ભાવનાત્મક ઠાલવે છે;
પ્રેમ ની વ્યાખ્યા કરી, થાકી ગયો,
કલમનો કસબ, કલ્પના ચલાવે છે;
નિત નવીનતમ, પીરસતા રહેવું,
વાનગી શૃંગાર , કરુણા દાખવે છે;
સુખદુઃખ, ઉકળાટ, સંવેદનશીલતા,
ભાવ ઊર્મિમાં, આનંદ જગાડે છે;