ભાવમાં ભળતી, મીઠી હું વાતો કહું,
શબ્દ વિહીન મૌનની , હું વાતો કહું;
તૂટીને વિખરાઈ જાય , છોને વસંત,
પતઝડમાં પાંગરેલી કૂંપળ, વાતો કહું;
મન વિહંગ છું, નીલ ગગન વિહારી હું
અપરંપાર નીલ જ્યોતિ ની,વાતો કહું;
ખોવાઈ જાય ભલે, અસ્તિત્વ ખોળતા,
રહસ્યમય રસ્તાની ગેબી, હું વાતો કહું;
છોડી દો મનનો મલાજો,દુનિયાદારી માં,
અંતરંગ શૂન્યમાં આનંદની, હું વાતો કહું;