વીતેલા વખત વાગોળતા સ્મૃતિ મળે,
હતાશા નિરાશા ભરેલી કોઈ કૃતિ મળે;
શોધી લે નીજ , આત્મચેતના માં કશુંક,
ચૈતન્ય સ્વરૂપ માં સહજ, સ્થિતિ મળે;
વલોપાતની હૈયામાં, વહ્યા કરતી નદી,
વેદના ચીતરી ચહેરા , પર આકૃતિ મળે;
ભાવ ના સાગરમાં, ગોતા ખાતા રહ્યા ને,
લાગણી ના પ્રવાહ માં તણાતી ત્રૃટિ મળે;
હોંશ માં રહેવું , સ્વસ્થતા જાળવી સદૈવ,
આનંદ સ્વરૂપ મોજમસ્તીમાં સમૃદ્ધિ મળે;