હું વન વગડાનુ , તરણું ફકત છું,
ગણના વગરનું , હું શૂન્ય ફક્ત છું;
એકડો સાવ સળેકડો, ભલે હોય,
કિંમત આંકતા એક હું નતમસ્ત છું;
જોડ્યો છે સંબંધ , જરૂર નો અહીં,
મોહમાયા રહેતા સદૈવ હુ ભક્ત છું;
જીવ જગત જગદીશ , વ્યાપ્ત બધું,
આસક્તિ જીવન છે , હું આસક્ત છું;
આનંદ વગર જીવન,દોહ્યલું છે અહીં,
મૌજ મસ્તાની દિલમાં, હું તો મસ્ત છું;
==={{{}}}==={{{}}}==={{{}}}===