દર્દ ક્યારે ઉપડે, કશુંયે કહેવાય નહીં,
વેઠે તેને ખબર પડે ને , સહેવાય નહીં;
શબ્દની છે મગજમારી ને, શું કહીએ,
ધૈર્ય ધારણ, મૌન તોયે, રહેવાય નહીં,
સત્ય છે કે બાગમાં , ખીલી મ્હેંકી રહેતા
ફૂલ એ કાગળ નાં, કદી મહેકાય નહીં;
મીઠુંમધ એ,ટહુકતી કોયલડી આંબાડાળે,
કેદ કરીએ પાંજરામાં ,પછી ટહુકાય નહીં;
જીંદગીનો,જામ છે તો જરા પીવો હળવે,
પ્રેમ આનંદ આંખથી,જોએ છલકાય નહીં;
==={{}}==={{}}==={{}}==={{}}===