રહેમ રાહે કંઈક ,મળે તો સારું,
અધુરો છે જામ કોઈ ભરે સારુ,
છે નશા ના આદી , કરી શકો શું!
નજર ના કેફમાં , તરે તો સારું;
અદાયગી હોય છે, ફનાગીરી માં,
ફિતરત દિલમાં, સદા રહે સારું;
વમળ માં ફસાયો છે. , અનંત માં,
આદિને અંત માં,હસતો રહે સારું;
ઠેકાણું એક છે જ ક્યાં, જિંદગી,
અસ્તિત્વ ચૈતન્યમય , રહે સારું;