દર્દ ને ઝખ્મો ની , ફક્ત દાસ્તાન છું,
તૃષ્ણા માં તપતી, હું મનની શાન છું;
કંઈક જન્મોની, સફર ખેડી લીધી ને,
બેસફર ચૈતન્ય , આત્મા ની શાન છું;
માયિક પદાર્થ માં, ખોવાઈ છે હયાતિ,
ઐશ્વર્ય માં તદાકાર , વૃત્તિ સભાન છું;
દસ્તક દઈ બારણું, ખોલે ઈચ્છા ઓ,
ભીતર ઝળહળતું, જ્યોતિ નું જ્ઞાન છું;
સુખદુઃખ સહેલીઓ, સદાય સંગ મારી,
આનંદ મંગલ હું,પરમ ચેતના નું જ્ઞાન છું;