એક શ્વાસ માં , બસ વિશ્વાસ છે,
પ્રાણ પ્રિય એ પ્રતિષ્ઠિત ખાસ છે;
રાગ છે તૃષ્ણાનો, ત્યાગી ના શકે,
અનુરાગ ચાહત દિલની પાસ છે;
શબ્દ સોંસરો વીંધીને,નીકળે જ્યાં,
પ્રેમ ના પ્રવાહ નો , જરૂર પ્રાસ છે;
દિવ્યતા માં ડૂબી, થાય છે તરબોળ,
ઝાકમઝોળ તારો જ એ લિબાસ છે
અનંત ઝરણું વહે છે, અંતર ચૈતન્ય,
આનંદ સ્વરૂપ જ્યાં દુઃખ નો નાશ છે;