એક રસમય અનુભૂતિ, રસ ફુહાર બની જાઉં
તદરૂપ બની એકરસ મુજ માં મુગ્ધ બની જાઉં;
વસંત નું વળગણ છે, સ્વરૂપ મારું ઝાકળ ભીનું,
સદગુણો થી મહેંક પ્રસરાવી અત્તર બની જાઉં;
બની વરાળ સાગર ના દિલ થી, વાદળ લહેરાઉ
સ્નેહ માં સહજ ભાવે.વરસી ઝરણું બની જાઉં
વહેતા રહેવું ભાવના માં, લાગણી રાખીને હ્દયે,
તન્મય થઈ તત્ સ્વરૂપ માં હું સોહમ બની જાઉં;
આનંદ અનંત શાશ્વત, સહજ સ્વાભાવિક હોવું,
પ્રેમાસ્પદ સ્પંદનો ઉભરતા પ્રણવરૂપ બની જાઉં,