છું વ્યાખ્યા થી પરે, હું પ્રેમ સ્વરૂપ છું
આનંદ પર્યાય મારો, સહજ સ્વરૂપ છું;
દર્દ નું હોવું, ઝખ્મો ને લીધે અહીંયા જ,
મલમ રૂપે સ્નિગ્ધ , એવું મારૂં સ્વરૂપ છે;
દેહ હવેલી માં, સજાવી સગુણ જાણો,
ગુણાતીતનું ગુણાભિધાન એક સ્વરૂપ છું;
મહેંક પ્રસરાવી, ભાવના થી વહી જવાનું,
ઝાકળ ભીનાં લાગણી માં રહેતું સ્વરૂપ છું
વિરહી વેદનામાં, દિલ પ્રજ્વલિત રાખીએ,
મિલનની મીઠાશે વહેતા અશ્રુ નું સ્વરૂપ છું