એકેક તણખલું, શ્રધ્ધા થી ભેગું કર્યું છે;
મન રૂપી ચકલાં નું, મન માળા માં કર્યું છે
કર્મના લેખાંજોખાં છે, શ્વાસના સરવાળા,
તન્મય થઈ નિજાનંદ માં,કર્મ અહીં કર્યું છે;
દ્રશ્ય સઘળું સમાઈ જાય છે, આંખો માં,
દ્રષ્ટિકોણ અનંત ની પાંખ માં અહીં ઠર્યું છે;
વ્હાલપ માં વરણાગી, સંબંધો ને સાચવ્યા,
અનુરાગ માં ગૃહસ્થી નું , ઘર હર્યું ભર્યું છે;
આનંદ છે બસ મોજ મસ્તીનું જીવન અહીં;
ભેદભરમ મિટાવી ને,મન મનોલયમાં ઠર્યું છે;