=====================
જરા તો નજર નો , નજારો પામી લે,
તરબતર નૂરાની, હવાલો પામી લે;
ખરેખર ખોવાઈ જાય છે, હયાતિ,
મન શક્તિ રૂહાની, હવાલો પામી લે;
રોકાઈ જાય છે , કદમ અચાનક કેમ,?
ઉત્સાહ ને ઉમંગ, હવાલો પામી લે;
બાંધી તો નથી ગયું , ખૂંદીને બંધનમાં,
મુક્તિ નો અનુભવ, હવાલો પામી લે;
દર્દ ઝખમોની પરવાહ, ક્યાં સુધી કરીશ,
મલમી આનંદ માણતો ,હવાલો પામી લે;
======================