ફુલો જેમ મ્હેંકી, જવાનું કહે છે,
પછી તો, બહેકી જવાનુ કહે છે;
ભમર વૃત્તિને કારણે , ભટકતા,
એ મન ને, રહેંસી જવાનું કહે છે;
વિચારી જુઓને, શરીરને જરા તો,
કબર માં પહોંચી ,જવાનું કહે છે;
ઉછીની ખુશાલી ,નકામી અહીં તો,
સમૃદ્ધિ ને, વહેંચી, જવાનું કહે છે;
હું આનંદ દિલે , સદાયે રહેતો,
બબાલો, ને ફેંકી જવાનું કહે છે;