વીતી જાય છે, વખત બનીને જિંદગી,
પ્રતિપળ અહેસાસ ,પરાયો છે જિંદગી;
મારી હયાતિ નું, મૂલ્ય થાય છે કેટલું કે,
રાખ ને મીટ્ટી મુઠ્ઠી, ભરીને છે જિંદગી;
છતાંય સજાવી દીધી, સ્નેહના તાંતણે,
સંપાદિત સંબંધો માં, સરેરાશ જિંદગી;
વગ છે લાગવગ છે, પામી પરાયાપણુ ને,
ખોવાઈ જવાની , બેખૂદી માં જ જિંદગી;
નિત્ય નિરંતર આનંદ, ખોઈ અજ્ઞાનતા માં,
જ્ઞાન ના અહંકાર થી , અથડાતી જિંદગી;
====================