કોઈ દ્રશ્ય તો કોઈ , અદ્રશ્ય હોય છે,
કોઈ સ્થુળ કોઈ , સૂક્ષ્મતમ હોય છે;
ભાવ નો ભૂખ્યો છે, પ્રેમ સ્વરૂપ એ,
લાગણી નો તરસ્યો , સદાય હોય છે;
માંગવાનું હોય છે ક્યાં, સમર્પણ માં,
ટૂટીને ફક્ત વિખરાઈ ,જવાનું હોય છે;
મળી તો જા,મટાવી હસ્તી એકવાર તું,
મહોબત માં વિખૂટાં, કદી ક્યાં હોય છે;
આનંદ સાચે જ, સ્વરૂપ છે હકીકત માં,
સ્વપ્નમાં હયાતિ છે,સત્ય ક્યાં હોય છે;
=======================