ફક્ત કબર સુધી અહી,
======================
દર્દ શું શબ્દોનું મોહતાજ કદી હોય છે?
ઝાકળ જેવું પળવારે, અદ્રશ્ય હોય છે?
મૃત્યુ તો સાક્ષાત દર્શન છે , સૂરજ જેવું,
કુરબાની સરકતું, એ સત્ય કદી હોય છે?
આવિર્ભાવ છે, સુખદુઃખ લેખાંજોખાં ,
ચૈતન્ય અનુભૂતિમાં, કર્મ સાક્ષી હોય છે
બંધન છે કર્મો તણું, ઈચ્છાઓ અનેક છે,
મન બાંધે ને છોડાવે, મન મનોલય હોય છે;
આખરે તો સફર છે, ફક્ત કબર સુધી અહી,
માટી માં માટે અને ,સ્મશાનમાં રાખ હોય છે;
==========================