કોરી કલ્પનાથી, જીવન ચાલતુ નથી
વિચાર અમલ કર્યા વગર ચાલતું નથી;
વહેવારિક જીવન માં, ગણતરી અહીં,
એક માંથી બે કર્યા, વગર ચાલતું નથી;
પાંખો ફફડાવીને , ઊડાન ભરી લેવાની,
માળામાં બેસી રહી,જીવન ચાલતું નથી;
સમય નો સથવારો છે નિશાન અચૂક ને,
લક્ષ્યને ભેદન કર્યા , વગર ચાલતું નથી
ખટપટ તો ચાલુજ રહેવાની , જીંદગીમાં,
આનંદ શાંતિ પામ્યા વિના , ચાલતું નથી;