કોણ કોને ,ઓળખે છે અહીં,
વીસર્યો છે જે , વિસાત અહીં;
તત્પર છે, બહિરંગ પામવા ને,
અંતરંગ આપમાં ,મ્હાત અહીં;
સ્વભાવિક બહિર્મુખ જીવનને,
અંતર્મુખી મનની જાત છે અહીં;
ભાવ અભાવ, અભિવ્યક્તિ માં,
વિસર્જન કરી ખૂદે ઓકાત અહીં;
દૂખ દર્દ હતાશા નિરાશા ની મૈત્રી,
આનંદ વિનાનું ,સદા પ્રભાત અહીં;