દર્દ દરવાજા છે, દર્દ બારીઓ ઝીણી,
વિરહી યાદી બધી, મેં ભાવ થી વણી;
હોય છે મુજ હૈયામાં , પર પહેરા કડક,
શબનમી સંગાથ એ,મળસકે હેતે મળી;
ફૂલોને કહી દો, સાથ છૂટે કદી પ્રાણ ને,
મિલન મૈત્રી ભાવે ઉદ્દીપન સૂરજે ભળી;
દ્રશ્ય પ્રપંચો છે,પ્રેમ સ્વરૂપ અનંત સદાય,
કૂરબાની જાતની ,અગણિત ભાવે મળી;
આનંદ પામવાની ,ઘેલછામાં ગાંડપણ છે,
દુનિયાદારી જુઠ્ઠી વાત, અંત: કરણે ટળી;