હોય છે હયાતી, વેદના સાથે જો,
ઝખમ દિલમાં, ઉંડા ઉતરી ને જો;
શ્વાસમાં વિશ્વ છે, પ્રેમ ની ઊર્મિ માં,
નીતરે લાગણી,ભાવ ભરી થોડું જો;
દર્દનો એક ચમકારો, ઊફ તો હોય ને,
શોધવા શાંતિ અંતરંમાં, ડૂબી ને જો;
મેલી દે અંહ ને , બાજુ પર, થોડો તું,
ચેતના માં જરા જોડી, ચેતી ને જો;
વાહ આનંદ માં,શૂન્ય બની, સોહમ તું,
પ્રેમનો પ્યાલો પી , પચન તું કરી ને જો;