ઘૂંટડો ઘૂંટડો ઘૂંટડો. , ગળી જવાનું છે,
ટુકડો ટુકડો ટુકડો, અહં કરી જવાનું છે;
ઢૂકડો ઢૂકડો ઢૂકડો, ખુદની ચેતના માં,
વિલસતા ચૈતન્ય માં , ભળી જવાનું છે;
હરખ પદૂડો શાને, ભૌતિકતા ભાળી ને,
અભરખો ભોગનો એ, છોડી જવાનું છે;
શાશ્વત જીવન છે, સત્યમાં પ્રતિષ્ઠિત જે,
પાર્થિવ ઉપયોગ કરી ને , હટી જવાનું છે;
આનંદ સ્વરૂપ તું જ છે, સર્વત્ર હયાતિ માં,
હોશથી હોંશે હોંશે, બધું કળી જવાનું છે;