શૂન્ય મનસ્ક છું, સ્થગિત દિશામાં છું,
શબ્દહિન વાતાવરણમાં, મૌનમય છું;
ભાવ અભાવની અભિવ્યક્તિ થી દૂર,
એકાન્તમાં અતિ ગહન, ગંભીરતા છું;
તરંગો વિહિન સરોવર, દર્પણ હયાતિ,
સ્ફટિક મય અસ્તિત્વ માં ,આરપાર છું;
સમેટાઈ ગઈ બધી , દિશા ઓ મુજમાં,
અદ્વૈત અનુભૂતિ એક અનંત આનંદ છું;