કેટલીયે વાર ....
આભ માં પવનપિંછી એ કંડારેલુ તમારું નામ હું શોધતી રહી...,
મારી હથેળીની સૂકી નદીઓમાંયે ગોત્યું...
હૃદયમાં ઉઠતા તરંગોને બૂમો પાડી...
પરંતુ માત્ર પ્રતીક્ષા પડઘાઈ...
અને.....એક દિવસ....
તમારું મારા જીવન માં આગમન થયું....
ને ભીની ભીની લાગણીઓ મ્હોરી ઉઠી...
હવે મારા નામ ને હું તમારા નામથી સજાવીને રાખું છું....
લિ. નેહા હિતેશ પટેલ