જાત્રા કરવાના ઘણા જ સ્થળો હોયછે પાવાગઢ અંબાજી વિરપુર સાળંગપુર ગઢડા વગેરે ધરમ ને સંસ્કૃતિને આધારે લોકો મનફાવે ત્યા યાત્રાએ જતા હોયછે કોઇ નજીકમાં જાય તો કોઇ દુર જાય જેની જેવી પરિસ્થિતિ તેમજ જેવી તેમની પ્રભુ ભક્તિ..કે ભાવના!
હમણાં બે દિવસ ઉપર એક પ્રાઇવેટ લકઝરી બસ અંબાજી ગઇ હતી તો તેમાં ઘણા જ માતાજીના ભકતો પોતાની ઇચ્છાનુસાર આ બસમાં ગયા હતા લગભગ પચ્ચાસથી સાઇઠ માણસો આ બસમાં સવાર હતા આમાંના ઘણા લોકો આસોદર ગામની બાજુમાં આવેલ ખડોલ ગામના વતનીઓ હતા તો બીજા આજુબાજુ ગામોમાં રહેતા પણ લોકો અંદર હતા બસ અંબાજીથી પરત બસ ફરતી હોવાથી સૈના મોઢા ઉપર એક અનેરો આનંદ હતો, સૈ કોઇ અંબાજીમાતાના ભજનકિર્તનમાં વ્યસ્ત હતા. અચાનક તે બસ એક કોર્નરવાળો ઢાળ ઉતરતી હતી ને સાથે તેની સ્પીડ સામાન્ય કરતા વધારે હતી આમ ડ્રાઇવરે વધારે સ્પીડ સાથે બસને વાળવાનો પ્રયત્ન કર્યો ને બસ તેની સ્થિતીમાં વળી પણ ખરી પણ ડ્રાઇવર સાઇડે બસના આગળ ને પાછળના બધા જ વ્હીલ રોડથી ઉચા થઈ ગયા આમ થવાથી બસે તુરંત પલટી મારી દીધી બધા જ વ્હીલ ઉપર ને ઉપરની બોડી ઠેક નીચે આવી ગઇ...કહેવાય છે કે તે બસ બે માળની હતી એટલે જેઓ ઉપર બેઠેલા તે બધાજ બસની નીચે દબાઇ ગયા ને જે નીચે બેઠેલા હતા તેમને ઓછીવતી ઇજાઓ થવા પામીછે આ ગંભીર અકસ્માતમાં લગભગ બાવીસ મુસાફરો મરણ પામ્યા છે ને જે ઘાયલ થયા છે તેમને નજીકની હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
આથી ગુજરાત સરકારે આ જાણીને મરણ પામેલ દરેક ને રુપીયા ચાર ચાર લાખ વળતર આપવાની ઘોષણા કરી છે.
આ અકસ્માતમાં બસ ચલાવનાર ડ્રાઇવર સદનસીબે બચી ગયો છે.
પણ આ અકસ્માતમાં બધો જ વાંક ડ્રાઇવરનો માલુમ પડયો છે કારણકે તેને વળાંકમાં પણ બસ ધીરે પાડી ના હતી જો તેને ધીમી ગતિએ બસનો વળાંક લીધો હોત તો આ ઘટના બની જ ના હોત!
આમાં કરે કોણ ને સજા ભોગવે કોણ! એવો ઘાટ થયો છે.
મરણ પામનાર પોતાની જીંદગી ખોઇ બેસે છે તે પણ એક દુ:ખદ ઘટના કહેવાય.
યાદ છે સુરતની તક્ષશીલામાં લાગેલી આગથી ઘણા ભૂલકાંઓના જીવ ગયા હતા તો તેમને પણ સરકારે વળતર રુપે ચાર ચાર લાખ રુપિયા આપ્યા હતા..ઘણાએ લીધા તો ઘણાએ ના પણ લીધા..
ઓમ શાન્તિ.