ટ્રાફિક સિગ્નલ પર મેં બાઈક થંભાવ્યુ. પાછળ બેઠેલા મિત્રે કહ્યું... જવા દે કોઇ ઉભુ નથી ...
મેં કહ્યું કેમ !!? આપણી નૈતિક જવાબદારી કંઈ નઈ અેમ ને.!!
તેણે કીધું.. એવુ નથી પણ ક્યાં ટાઈમ બગાડવો..
મેં કીધુ વાહ !.. વોટસએપ ,ફેસબુક , પિક્ચરમાં કલાકો બગાડી શકે , પણ સિગ્નલ ની 60 સેકંડ નઈ..! પછી અકસ્માત થાય ત્યારે તંત્ર પર તારા જેવા વ્યવસ્થાનો સવાલ કરે છે...બધા લોકો નિયમો તોડશે તો અનુસરશે કોણ?
60સેકંડ દેશ માટે ના આપે એટલો તુ ગરીબ નથી જ..
તેને વાત સમજાઈ .આગળ સિગ્નલ પર બાઈક થંભાવી કહે... યાર... દેશસેવા જેવી ફીલિંગ થાય છે...
મેં કહ્યું.. ઓહહ આટલી જલ્દી!