' સત્ય '
????
આજે ચાલતા-ચાલતા મને અચાનક એવું લાગ્યું મારી પાછળ લોકોનો ઘણો કાફીલો છે .
પાછળ વળીને જોયું તો જે લોકો મારી સામે નજર પણ કરતા ન્હોતા એ ....લોકો પણ હોંશભેર સામેલ હતા . એ પણ ખૂબ પ્રેમાળ સ્મિત સાથે .... બે ઘડી મન ચકરાઈ ગયું ..
અને મારું ધ્યાન મારા ખિસ્સા તરફ ગયું ...
નોટોથી ભરેલું ખિસ્સુ , શૂટ-બુટમાં સજ્જ હું પોતે ,મનમાં ને મનમાં હસવા લાગ્યો .
? બસ મર્મ સમજાઈ ગયો ...