30-09-2019 નવરાત્રી
આ વર્ષના સિલેબસ મા શ્ર્રાધ્ધ પછી નુ નવુ ચેપ્ટર એટલે શ્રધ્ધા.
નવરાત્રિ એટલે જગત જનની માઁ અંબા ની શ્રધ્ધા સાથે ભક્તિ પુજા અારાધના અનુષ્ઠાન અને ઉપવાસ કરવા ના સુવર્ણ દિવસો.
નવરાત્રિ એટલે માઁ અંબા ના નવ રુપ એટલે શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રધંટા કુષ્માંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ મહાગૌરી સિધ્ધિદાત્રી ને કેહવુ કે દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો.
કદાચ આપણે એ જનરેશન છીયે જેને નવરાત્રી મા ફક્ત માઁ અંબા ના ગરબા જ વાગતા હોય એ પણ જોયુ હશે અને અત્યારે ખાલી નવા સોંગ પર નવરાત્રી નિકળી જાય એ પણ જોયુ હશે. પૌરાણીક ગરબા જેવી જુની પ્રથા કે સંસ્કૃતિ નો છાંટો શહેરો માં તો નથી જ દેખાતો પણ ગામડા માં હજુ થોડી પ્રથા બાકી રહી ગઇ છે એમ કહી શકાય.
જો ફ્લેશબેક મા જઇએ તો પેહલા માઁ ની આરતી અને વિશ્ર્વંભરી થતી જેના શબ્દો હજુ પણ યાદ છે પછી માંડવળી માં દીવા પ્રગટાવાય અને પછી માથે ગરબો મુકી ગ્રુહિણીઓ ગરબા ગાતી. ચોક કે ચોરા પર પડતી તાલીઓ નો ગળગડાટ દુર દુર સુધી સંભળાતો અને એટલા ઓતપ્રોત થઇને ગરબા ગવાતા કે કદાચ જગતજનની ને પણ થઇ જતુ કે ચલ હુ પણ થોડા ગરબા રમી લઉ. જોકે હવે જનરેશન બદલાઇ ગઇ છે.
હવે ડીજે પર ખાલી ડાન્સ થતો હોય એમ લાગે છે. હવે તો ગરબા પેહલા એની પ્રેક્ટિસ કરાય છે. હવે તો યુવાધન હિલોળે ચઢે છે એ પણ મનપસંદ પાત્ર સાથે ગરબા રમવા કે એને આકર્ષવા. હવે તો ગરબા ના નામ પર કોમ્પીટીશનો થાય છે. હવે તો બસ ધર્મ ના નામ પર ધંધો થાય છે.
જે ગરબા આપણે જોયા કે રમ્યા એનુ અનુકરણ આપણી અત્યાર ની પેઢી કેમ કરી ના શકી ?
"જય આધ્યાશક્તી" હોય કે પછી "રે રે ભવાની બહુ ભુલ થઇ" શબ્દોના ભાવાર્થ શુ આપણે એમને સમજાવી શક્યા?
મલ્લામાતા કેમ બનાવતા એ શિખવાડી શક્યા ?
કદાચ આપણે અાપણી પેઢી ને નવરાત્રિ ની વ્યાખ્યા જ ના સમજાવી શક્યા મહત્વ તો બહુ દુર ની વાત છે. સંસ્કૃતિ નુ પુનરાવર્તન થાય તો જ એ પ્રથા ચાલતી રેહતી હોય છે. આપણે શિખ્યા પણ કદાચ શીખવી ના શક્યા.
આ વર્ષે નવ દિવસ ગરબા જોનાર અને રમનાર મિત્રવર્ગ ને કહીશ કે હવે નવ દિવસ મા કેટલા ગરબા સાંભળવા મળે છે જે પેહલા ગવાતા એ જરુર જણાવશો (તમારો જવાબ આવકાર્ય રેહશે)
(કચ્છ નિવાસી છુ તો કહીશ કે દર વર્ષ માતા ના મઢ ચાલતા જતા પદયાત્રી ઓ ને જોઇને વિચાર આવે કે આ એજ લોકો છે જે કોઇ માનતા કે માનતા વગર નવરાત્રી મા ચાલતા જઈ પોતાની શ્રધ્ધા બતાવે છે તો જ્યા બીજી બાજુ આજની જનરેશન ગરબા ના નામ પર રાશલીલા રમવા મા પોતાની શ્રધ્ધા બતાવે છે. શુ શ્રધ્ધા ના પણ અનેક રુપ હોઇ શકે ?)