પ્રેમ પ્રેમ પ્રેમ...
કયારેક પ્રેમમાં જીવ પણ જતો હોયછે ને તે એવો પ્રેમ કે જે એકતરફી પ્રેમ હોય...
એક પ્રેમ કરતું હોય પણ બીજી સામેવાળી વ્યક્તિ કદાચ તેને પ્રેમ ના પણ કરતું હોય! આવા વધુ કિસ્સા છોકરાઓમાં બનતા હોયછે.
ઘણા એવુ સમજે છે કે એકબીજા સાથે બોલવાથી કે એકાન્તમાં બેસવાથી કે એક કપ સાથે કોફી પીવાથી જાણે એકબીજાને પ્રેમ થઇ ગયો સમજે છે..પણ આ કોઇ પ્રેમ નથી હોતો હા દોસ્તી ચોક્કસ કહી શકાયછે..પણ આજના નાદાન છોકરાઓ તેને પ્રેમ સમજી બેસેછે પણ જયારે તે છોકરી બીજા છોકરાને સાચો પ્રેમ કરતી હોય ત્યારે પેલા એકતરફી છોકરાને આ સહન થતું નથી..ત્યારબાદ પછી તે છોકરો એવી ચિન્તાઓમાં ઘેરાઇ જાયછે ને વિચાર કરતો થઈ જાયછે મને મારી ગર્લફ્રેન્ડે જ મને દગો કર્યો..પણ તે ખરેખર દગો નથી હોતો પરંતું તે કોઇ બીજા છોકરાને જ સાચો પ્રેમ કરતી હોયછે ને જે સાથે બોલવાનો બેસવાનો સંબંધ હતો તે તો માત્ર એક દોસ્તીનો જ હતો..પ્રેમ જેવુ તો કંઇજ ના હતું!
આવો જ એક બનાવ હમણાં ચાર દિવસ ઉપર જ બની ગયો
એક સુંદર ને સામાન્ય ઘરની સૈથી મોટી છોકરી તેના કોલેજકાળ દરમ્યાન એક છોકરા સાથે દોસ્તી થઈ ગઇ હતી સાથે બેસે વાતચીત કરે ચા કોફી પીવે માટે આ છોકરાને મનમાં એમ કે આ છોકરી મને પ્રેમ કરેછે પરંતું તે તો કોઇ બીજા જ છોકરાને પ્રેમ કરતી હતી ને તે આનાથી જોવાતું ના હતું કોલેજ પુરી થઈ ગઈ છોકરીને એક સારી જોબ પણ અમદાવાદમાં મળી ગઇ તેથી તે દરરોજ ટ્રેનમાં અપડાઉન કરતી તો બીજી બાજુ પેલો છોકરો પણ સાથે જ અમદાવાદ અપડાઉન કરતો હતો બંન્નેની જોબ અલગ અલગ હતી પરંતું આવતા જતા એક સાથે તો આ બાજુ હવે છોકરીને ગમતું ના હતું કે તેનો કોલેજ ફ્રેન્ડ હવે તેને વધુ વખત મળે..એક દિવસ તેને કહી દીધું કે તું હવે મને વધું મળીશ નહી કે મારી સાથે વાતચીત કરીશ નહી કારણકે હું એક બીજા છોકરાને પ્રેમ કરુછુ આપણી વચ્ચે ફકત એક દોસ્તી જ છે બીજું કંઇજ નહીં..ને તે પણ હવે વધુ સમય રાખવી નથી ને મારે આની સાથે લગ્ન કરવા છે. બસ હવે આ એક તરફી પ્રેમીને આ સાંભળીને રહેવાયું નહી તેને તો પછી એક વિકરાળ રુપ ધારણ કર્યુ..એક દિવસ લંચના સમયે આ એકતરફી પ્રેમી પેલી છોકરીની ઓફીસમાં જઇ ચડ્યો સાથે બજારમાથી એક નવું ચકમકતુ ધારદાર ચપ્પુ ખરીદ્યું બપોરનો સમય હતો છોકરી તેની ઓફિસમાં કોમ્પ્યુટર ઉપર એકલી બેઠી હતી બંન્ને વચ્ચે બે શબ્દોની બોલાચાલી થઈ ને પછી પેલા એકતરફી પ્રેમીએ ગુસ્સામાં આવીને હાથમાં પકડેલું ચપ્પુ છોકરીના ગળા ઉપર સનસનાટ ચલાવી દીધું પછી છોકરો કંઇક થયું જ ના હોય તેમ સડસડાટ દાદર ઉતરીને ચાલ્યો ગયો..આ બાજું છોકરીથી ચીસો પડાય તેવી સ્થિતિ પણ ના હતી કારણકે તેનું ગળું કપાઈને નીચે ઢળી પડયું હતું પછી તે પણ ખુરશીમાંથી નીચે પડી ગઇ..
બસ એક બે ને ત્રણ છોકરીએ પોતાનો જીવ ખોઇ દીધો..આમ થોડાક સમય પછી વાત વાયુવેગે પ્રસરી ગઇ ખુન ખુન ખુન..
પોલીસ લાશ પોસ્ટમોટર્મમાં મોકલી પોલીસ તપાસ ધમધમાટ ચાલુ થઈ ગઇ આજુબાજુની દુકાનોના કેમેરા ચેક કર્યા ને ક્રાઇમ બ્રાન્ચની પોલીસે એ જ દિવસે એકતરફીને દુર રહેતી તેના બહેનના ઘરેથી પકડી પાડ્યો..
ખૂની ખેલ ખલાસ...
માટે જ પ્રેમ કરતા પહેલા હંમેશા તમારું (ફ્રેન્ડસ સર્કલ) બેકગ્રાઉન્ડ પણ વહેલાસર જોઇ લેવું સારૂં..કદાચ આવતીકાલ તમારી પણ હોઇ શકેછે..Take care.