દઈને કાન સાંભળજો ફકત,
જનારા કોઈ નહિ આવે પરત.
કરી લે પુણ્ય કામો જીવલા,
નહીં રે તાજ કે નહિ રે તખત.
ઘણાં સિકંદરો જાતાં રહ્યાં,
છતાં એવું ને એવું છે જગત.
સતત ભાવક સુધી પહોંચે કલમ,
મુડી પણ એજ છે મારી બચત.
સમયની ખોટથી મજબૂર હું,
નહીં તો થોડું હું આગળ લખત.
લખી "રોચક" વિચારોથી ગઝલ,
તમે પણ વાંચજો આપી વખત.
-અશોક વાવડીયા
છંદ= હજઝ બહર નો ૧૭ માત્રા લટકાના શેર સાથે
ગુજરાતી શબ્દો
લગાગાગા લગાગાગા લગા
અરબી શબ્દો
મફાઈલુન મફાઈલુન ફઅલ