मेने पल पल इसी तरह गुजारा है
હું દિવ્યાંગ હતી. ૧૯૯૨ માં માસ્ટર ઇન લો માં એડમીશન પરંતુ પરીક્ષા આપવાની બાકી, સ્કુલ ઓફ લોમાં ગઇ, પરીક્ષા ફોર્મ માંગ્યું. કોલેજ ના ક્લાર્કે એલ એલ બી ની માર્કશીટ જોઇને જણાવ્યું પરીક્ષા નહી આપી શકો હું ખસી નહી. પંદર મિનિટમાં મેં ત્રણ વખત વિનંતી કરી પરિણામ શૂન્ય. ક્લાર્કે ગુસ્સામાં કહ્યું સમય ના બગાડો વિધાર્થીઓની લાંબી લાઇન અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, મેં શાંતિથી કહ્યું ફોર્મ ભરીને જ ઘરે જઇશ,મેં બહેનપણી– અમદાવાદ મીરર, પ્રેસ રીપેર્ટરને ફોન કર્યો, તેણીએ કલાર્કને કડક શબ્દોમાં કહ્યું ફોર્મ ભારવા દો નહીતર પ્રેસ ફોટોગ્રાફર લઇને આવું કલાર્કે તરત જ ફોર્મ સ્વીકાર્યું. કલાક ઉભી રહી ઘોડી – બૂટ સાથે. Darshita