22-09-2019 શ્ર્રાધ્ધ (ભાગ-૨)
પુર્વજો ને દિલ થી યાદ કરી તેમને ભાવતા બધા જ પકવાનો બનાવી ઓડકાર આવે ત્યા સુધી તેમને હોંસે હોંસે જમાડવા નો દિવસ એટલે શ્ર્રાધ્ધ.
આજ ની જનરેશન મા 'મારાથી અા બધુ નહી થાય' કેહતી વહુઓને કારણે લુપ્ત થતી પ્રથા એટલે શ્ર્રાધ્ધ.
તમે અમારા થી ઘણા દુર છો પણ હજુ પણ દિલ મા છો નો એહસાસ અપાવતો રિવાજ એટલે શ્ર્રાધ્ધ.
ભુખ્યા પેટે ભજીને કે ઉપવાસ કરીને નહી પણ ભરપેટ જમીને પુણ્ય કમાવવાનો દિવસ એટલે શ્ર્રાધ્ધ.
ક્યારેય ના ગમતા પક્ષી ની કાગડોળે રાહ જોવાનો દિવસ એટલે શ્ર્રાધ્ધ.
કેહવાય છે કે કોઇ પણ રુપ લઇ ને પુર્વજો શ્ર્રાધ્ધ મા જમવા જરુર આવે છે અને વંસજો દ્ધારા થતા પોતાના આદર સત્કાર થી ખુશ થયી સદ્દગતી ને પામે છે અને "ખુશ રહો" ના આશિર્વાદ આપતા જાય છે.
કાગડા તો માત્ર નિમિત્ત હોય છે પણ "મે પુર્વજો ને દિલ થી યાદ કરી ને જમાડ્યુ અને એ પણ દિલ થી જમવા પધાર્યા" આ જે ભાવ હોય છે ને એ મહત્વ નો છે.
થોડુ કટાક્ષ મા કહુ તો શ્ર્રાધ્ધ ના દિવસે જ ફોટા પરથી ધુળ લુછી નવો હાર પેહરાવા કરતા રોજ બે હાથ જોડી લઇયે કે ક્યારેક ફોટા સાથે વાતો પણ કરી લઇયે તો એ પિત્રુરુપી છત આપણા પર દુખ ના વાદળ કયારેય નહી ઘેરાવા દે. પણ અમુક લોકો એવુ માનતા હોય છે કે પુર્વજો નડતા પણ હોય છે તો કદાચ અહી "વાવો એવુ લણાય" ની કેહવત લાગુ પડતી હોય એમ કહી શકાય.