22-09-2019 શ્ર્રાધ્ધ (ભાગ-૧)
સિમરન - (એના પતિ રાજ ને) હુ શુ કહુ છુ કે લાસ્ટ ઇયર મમ્મી ને શ્ર્રાધ્ધ મા ભેળવી દીધા તો આ વર્ષ થી શ્રાધ્ધ કરવુ પડશે ને ?
રાજ - કદાચ હા. પપ્પા ને પુછી લેજે મને બહુ આઇડ્યા નથી.
સિમરન - હા પુછી લઇશ પણ મમ્મી ને વધારે શુ ભાવે એ કહો તો હુ એ બનાવી શકુ.
રાજ - યાર અઘરો સવાલ કર્યો તે. તને શુ ભાવે એ હજુ પણ હુ કહી શકુ પણ મમ્મી ને શુ ભાવતુ એ ખ્યાલ નથી. મે તો ખાલી એને મારૂ ભાવતુ બનાવવા નુ કિધુ છે ક્યારેય પુછ્યુ નથી. એના હાથ ની રસોઇ તો હુ આજેપણ મિસ કરુ છુ. પપ્પા ને પુછજે એ કહી દેશે.
સિમરન - સારુ કાલે પુછી લઇશ.
સિમરન - (એના સસરા ને) મમ્મી નુ શ્રાધ્ધ કરવુ હતુ તો જમવા મા શુ બનાવુ ?
સસરા - જે રેગ્યુલર બનાવે છે એ બનાવી દે બેટા.
સિમરન - પણ મમ્મી ને શુ ભાવતુ એ કહો તો એ જ બનાવુ પપ્પા.
સસરા - બેટા એ તો કદાચ એને પણ નહી ખબર હોય. વર્ષો થી બીજા ના ભાવતા ભોજન યાદ રાખવા મા પોતાનુ ભાવતુ એ ભુલી ગઇ હશે. એ ખાલી બધા નુ ભાવતુ બનાવતી પણ પોતાનુ ભાવતુ બનાવી ને મેે એને જમતા ક્યારેય જોઇ નથી. સાચુ કહુ તો મે કાયમ એને કામ કરી ને થાકી હોય એમ જ જમતા જોઇ છે. કદાચ અમને જે ભાવતુ હતુ એજ પોતાને પણ ભાવે છે એમ સમજી ને જમી લેતી હશે. તને જે ઠિક લાગે કે બનાવી શકુ એ બનાવી લેજે બેટા.
સિમરન - (રાજ ને) મે પપ્પા ને પુછ્યુ પણ એમને પણ "મને ખ્યાલ નથી" એમ જ કિધુ. હવે શુ બનાવુ એ નથી સમજાતુ મને.
રાજ - તો કઇ પણ બનાવી લેજે ચાલશે.
(બીજા દિવસે રાતે)
રાજ - મે અાજે પપ્પા ને ઘણા ટાઇમ પછી આટલા ખુશ જોયા. જોકે મમ્મી ને મિસ કરતા હતા તો ચેહરા પર થોડી ઉદાસી દેખાતી હતી. મમ્મી ને આ બધુ જ ભાવતુ એ પપ્પા ના ચેહરા પર આજે દેખાયુ હવે તો કહીદે તને કેમ ખબર પડી ?
સિમરન - સાચુ કહુ તો કાલે હુ વહુ બની ને વિચારતી હતી તો સમજ મા ના આવ્યુ પણ આજે સવારે દિકરી બની ને વિચાર્યુ તો સમજાઇ ગયુ.
હુ સવારે પપ્પા પાસે ગઇ અને મે કીધુ કે રાજ કેહતા હતા કે મમ્મી ને શ્રીખંડ અને ખમણ બહુ ભાવતા. તો પપ્પા એ કીધુ કે "ના એને દુધપાક અને સાથે બટાટાવડા બહુ ભાવતા. અને પુલાવ જેવો ભાત બનાવે ને તો સાથે કઢી બનાવતી. શાક એને બધા જ ભાવતા પણ સુકી ભાજી એને અતિપ્રિય. ક્યારેક જમી ને અાવે તો કેહતી કે આજે વધારે જમાય ગયુ મારાથી" પછી હસતા હસતા પપ્પા કહે કે વહુબેટા આમ આડકતરી રીતે તારી મમ્મી નુ ભાવતુ જાણવા ની તારી યુકતી ગમી મને. લાગે છે આજે તારી મમ્મી ભરપેટ જમી ને જ જશે.
બસ અહી જ મને મારો જવાબ મળી ગયો.
* * * * * * * * * * * * * * * *