16-09-2019
પ્રેમ : શબ્દ એક રુપ અનેક (ભાગ-૨)
(લગભગ 5 વર્ષ પછી રાજ ની ઓફિસ ના એક ફંકશન મા બન્ને પાછા મળે છે)
સિમરન - અરે રાજ તુ અહિંયા કેમ ?
રાજ (હસતા હસતા) - અરે યાર જ્યારે તુ મળે છે ત્યારે પેહલો સવાલ આ કેમ કરે છે ?) બાય ધ વેય આ જેને પાર્ટી આપી છે એ મારો બોસ છે.
સિમરન - ઓહ ઓકે. તુ શુટ મા સારો લાગે છે રાજ.
રાજ - થેન્ક્યુ સિમ્મુ. સાચુ કહુ તો બોસ ફિદા છે મારા પર અને મારા કામ પર. ઘર ગાડી થી લઇને બધુ જ આપ્યુ છે મને. પગે થી અપંગ છે પણ મન બહુ મોટુ છે એમનુ. અને હા તુ પણ સાડી મા સારી લાગુ છુ. લગ્ન તો કરી જ લીધા હશે તે ?
સિમરન - હા. કોઇ ની ખુશી માટે કરવા પડ્યા.
રાજ - કેટલા વર્ષ થયા લગ્ન ને ?
સિમરન - 4 વર્ષ
રાજ - ખુશ છુ ને સિમ્મુ?
સિમરન - હા. તુ ખુશ છુ એ જોઇ ને હુ ખુશ રહુ છુ.
રાજ - શુ? સમજાયુ નઇ મને.
સિમરન - કઇનઇ. તુ પણ બહુ ખુશ લાગે છે ને. હવે તો રુપિયાવાળો થયી ગયો છે ને કઇ. હજુ પણ કઇ જરુર હોય તો કહી દે. તારા બોસ ને કહી ને પુરી કરાવી દઇશ તારી ઇચ્છાઓ.
રાજ - નો સિમરન. માય ડ્રિમ્સ આર ઓવર નાવ . હવે બધુ જ છે મારી પાસે. બાય ધ વેય (હસતા હસતા )મારા બોસ તારી વાત કેમ માનશે ?
સિમરન - રાજ જ્યારે મને મારા હસબન્ડ જોવા આવ્યા ને ત્યારે મે એમની સામે એક શરત મુકી કે મારા એક ફ્રેન્ડ્ ના જો બધા સપના તમે પુરા કરી શકતા હોવ ને તો જ હુ "હા" પાડુ. એ માની ગયા અને મે હા પાડી દિધી. અને રાજ તારો અપંગ બોસ એ જ મારો હસબન્ડ છે. તને કિધુ હતુ ને કે હુ તારા માટે કોઇપણ બલિદાન આપી દઇશ. અને મે આપી દિધુ.
રાજ - પણ.....
સિમરન - રાજ આ "પણ" થી આગળ જો નિકળીયે ને તો ઘણા બધા સવાલો ના જવાબો મળી જતા હોય છે. પણ આપણે આ "પણ" થી આગળ કઇ વિચારતા જ નથી.
(અને સિમરન ત્યાંથી ચાલી નિકળે છે)
બે મન વચ્ચે અજાણતા બંધાતી અતુટ અદ્રશ્ય ગાંઠ એટલે પ્રેમ.
સદીઓ થી ચાલી આવતી આ પ્રથા એ ભરતે શ્રીરામ માટે છોડેલી રાજગાદી નુ રુપ પણ લીધુ અને મીરા ની શ્રીકૃષ્ણ ની મુર્તી સાથે થતી વાતો નુ રુપ પણ લીધુ. તો શુ આપણા યુગ મા એ જ પ્રથા ખાલી "ભોગવવા" ના નામ પર જ ચર્ચીત કે સિમીત રહી જશે ? પ્રેમ ના થાય તો ના કરો પણ એને અપ્રવિત્ર ના કરો.