સર્જન નું વિસર્જન નક્કી જ છે
એજ તો તું પણ સૌને શીખવાડે છે
સ્વજન નું વિસર્જન હૈયે ઘા દે છે.
તું પણ જઈશ એથી દિલડુ દુખે છે
એક પિતાની વિદાય ભૂલી નથી હું
ત્યાં તે પણ જવાની વાત છેડી છે
પણ જગતમાં આવન જાવન તારું
મારા જીવનને એજ મહેકાવે છે.
બાપા આવતા વર્ષે હું રાહ જોઈશ
તું જલદી આવે એ મારી અરજી છે
-કુંજદીપ ?