વહાલા...
વહાલા
આ જોને
ભલે જગ ઘેલી સમજે..
આજ ફરી મને
ખોવાયેલું વહાલપ
ક્યાંકથી સાંપડ્યું ને
સંતોષ મનને મળ્યો
હુ તો બની ઘેલી ને
મીઠી નિંદરે પોઢી...!
વાટ જોતો રહ્યો તું ને
સપના માણતી રહી હુ...!
સ્પર્શ હતો વહાલપનો
જગ ભૂલાયું ને થયું ઝાંખું ..!
પ્રતિબિંબ પણ ન દીઠું
થયા એકને મળ્યું ...
સાગર ને સરિતાનું રૂપ..!
વહાલા
આ જો ને
ભલે જગ ઘેલી સમજે..!
જયશ્રી.પટેલ
૧૦/૯/૧૯