હતી આંખો માં નમી,
ઉદાસી પણ ક્યાં કમ હતી,
એ ચાંદ તારી બેવફાઈ પણ
ક્યાં કમ હતી,
ચાહ્યું હતું કે અંકિત કરીશ
અમારા પ્રેમ ના પગલાં
તુજ જમીન પર,
પણ તારી અવળચંડાઇ
પણ ક્યાં કમ હતી,
ના હારીશ હું,
ના પીછેહઠ કરીશ હું,
અમારા પ્રેમ માં ક્યાં કોઈ
કમી હતી,
આવીશ હું,
તારા પર પ્રેમ પગલાં
અંકિત કરીશ હું,
તને પામવાની
અમારી જીદ પણ
ક્યાં કમ હતી?