શબ્દોને મારા સાંકળથી બાંધી રાખ્યા છે
જોઈ તુજને હજી તુરંત ગઝલમાં ઢળી જાય છે
આમ તો આ શરીરને પત્થર કરી નાખ્યું છે
જોઈ તુજને હજી તુરંતમાં ઓગળી જાય છે
આમ તો રસ્તાઓને સીધા કરી નાખ્યા છે
જોઈ તુજને હજી તારી બાજુ વળી જાય છે
આમ તો ઝાડ યાદોના કેદુના કાઢી નાખ્યા છે
જોઈ તુજને હજી સૂકી ડાળીઓય નમી જાય છે
જીતેન ગઢવી