A social story.....part (1)
એન.આર.આઈ. (N.R.I)
हसरतें तो थी, आसमान को छूने की, मगर,
हवाओ के रुख का हम, ऐतबार कर बैठे।
તમે, નીલ અધ્વર્યું......
એન્જિનિયરિંગ ગ્રેજયુએટ વિથ ડીસ્ટિગ્શન અને ત્યારબાદ એમ બી એ....
અમદાવાદ ના લોકલ ગુજ્જુ બોય..
છેલ્લા એકાદ વર્ષ થી અમદાવાદ સ્થિત સ્પાર્ક ઇન્ડિયા લિ. માં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા છો...
આમેય નીલ, હજું તો તમારે પચ્ચીસમુ બેઠું છે બેચલર હોવાના કારણે તથા માર્કેટિંગ તમારી મનગમતી ફિલ્ડ હોવાથી તમે આ જોબ પસંદ કરી છે...
કંપની ના કામસર લગભગ દર પંદર દિવસે ભારતભર માં ગમે થયાં જવાનું થતું હતું...તમારી આવડત તથા ડિગ્રી અને પોસ્ટ ને કારણે તમને કંપની એ હવાઈ મુસાફરી ની સવલત આપી હતી..નીલ
કંપનીના કામસર તમારે દિલ્હી જવાનું હતું...દિલ્હી માટે વહેલી સવાર ની ચારેક વાગ્યા ની ફ્લાઇટ હતી...
કંપની ના જૂના ડ્રાઇવર રામપ્રસાદ યાદવ ઉર્ફે યાદવ કાકા ને લઇ કંપની ની કાર માં રાત્રે એકાદ વાગ્યે તમે તમારા ઘેર થી નીકળી એરપોર્ટ જવા નીકળ્યા છો...નીલ
શાહીબાગ અંડર પાસ થી નીકળી ને કેમ્પ હનુમાન રોડ તરફ ના એરપોર્ટ રોડ પરના બિલકુલ નિર્જન રસ્તા પર સ્ટ્રીટ લાઈટ ના અભાવે ચારે તરફ ફેલાયેલા કાળા ભયાનક અંધારા ને ચીરતી તમારી કાર આગળ વધી રહી હતી...
એન.આર.આઈ. (N.R.I)", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!