પરીક્ષાર્થી અને પ્રેમી નાં વર્તન માં,
કંઈક સામ્યતા જરૂર લાગે છે.
મુંઝાયેલા એમના ભાવ ને જોતાં,
ચહેરા પર હાઉ જરૂર લાગે છે.
પુછવામાં આવ્યું જ્યારે કારણ,
ત્યારે જ તો સમજાણું કે,
દિલના ધબકારની ગતિ બંને ની,
એક સમાન જરૂર લાગે છે.
અંતર માત્ર એટલું જ નિકળ્યું,
એના નિષ્કર્ષને શોધવા જતાં,
એક પ્રશ્ર્નથી તો બીજો જવાબથી,
મુઝાયેલો જરૂર લાગે છે.
"મિરવ"
- ગૌરવ મહેતા