શબ્દો હાથમાં જ હતા હું લખી ના શક્યો
કોરા કાગળમાં એ ગઝલ વાંચી ના શક્યો
આમ તો સાથે મુસાફરી કરવા નું વહાલું છે
પણ એમના સાથે હું થોડું ચાલી ના શક્યો
આમ તો બધા સાથે બોલવાની આદત છે
પણ એમની સાથે હું કશું બોલી ના શક્યો
સાવ કાચું હતું "જીત" જે દિલનું મકાન
એક વાર પડ્યું પછી પાછું હું ચણી ના શક્યો
જીતેન ગઢવી