આવતી કાલથી પરોઢિયે પેલી કોયલનો આકર્ષક ટહૂકો હવે ક્યારેય નહીં સંભળાય ...
એ કોયલનાં માળા માં પેલી કાગડી એનાં બચ્ચાં સાચવવા નહીં મૂકી જાય ...
અવારનવાર જોવાં મળતાં વાંદરા અને તેનાં બચ્ચાં ઓની ઉછળકૂદ ભરી મસ્તી નહીં માણી શકાય ...
હોલા , કબૂતર , પોપટ ને કાબરો ની કતાર સલૂણી સંધ્યા એ નહીં જોવા મળે ...
હ
મારી આંખો માં અમી આંજતો પેલો કેસૂડો આવતે ઉનાળે સપનું થઈ ગયો ...
સતત વીસેક વરસથી પેલાં કડવાં લીમડા ને સહચરી ને જેમ વળગી ને સાથ નીભાવતી ગળોની વેલને જરૂર કોઈ ની નજર લાગી ગઈ ...
કેમ ખબર છે તમને ?
કેમ કે આજે બાજુ ના બંગલાની દીવાલે એક જ કતાર માં વર્ષો થી ઉગેલા ને ઉભેલા લીમડો, કેસૂડો, આસોપાલવ,કણજીનાં વૃક્ષ ને આજે નિર્દયતા થી કાપી નાખવામાં આવ્યુું કારણકે આંગણામાં ગાડી માટે પાર્કિંગ ની જગ્યા નહોતી.