યુવાની આજ મેં રસ્તા ઉપર કરમાતી જોઈ છે
ગરીબીને સગી આંખે અહીં ભટકાતી જોઈ છે
હજારો ભીડ જોઈ છે કાના તારા મંદિરીયે
છતાં ગાયોને તારી મેં ભૂખે રઝળતી જોઈ છે
ને એતો માની બેઠા છે કે જીંદગી તો ઝેર છે
ક્યાંક થોડામાં પણ જીંદગી મહેકતી જોઈ છે
અસર આ પ્રેમની મારા નથી રહી જ એટલે
જુવાનીને ભરી યુવાનીમા કરમાતી જોઈ છે
પડે તકલીફ તોયે ઓ 'વિનય' જીવી તમે લેજો
છતાયે જીંદગી ઘણીયે મૂરજાતી જોઈ છે
#વિનય પટેલ