Gujarati Quote in Story by kalpesh diyora

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ગામડાના_રણછોડ_દાદા

સુરતમાં તો બોવ મંદી છે...!!!

અલા શું મંદી મંદી કરીને તમે તો અહીં ગામમાં આવીને ગામને બરબાદ કરું નાખ્યું છે.તમેં સુરતથી અહીં બે દાડા આવો ત્યારે અમને અહીં હખ લેવા દેવું.અહીં આવી બોવ મંદી મંદી કરવી નહીં.

અમારે અહીં તેજી નથી પણ શાંતિથી રોટલા મળે છે,પૂછ તારી માં આ ગંગાને?અમારે મંદી કેમ નથી ખબર છે.અમે હોટલમાં પીઝા ખાવા કે બર્ગર ખાવા નથી જતા.તમે અઠવાડિયાના ત્રણ દિવસ તો પીઝા ને બર્ગર ખાયને જ પ્રસાર કરો છો.

અમે વર્ષે એકવાર સુરત ચક્કર લગાવી તમારા ઘરે,ત્યાં પણ છોકરા અમને કહે દાદા કુરકરિયા લઇ આપોને.અલા લાપસી,લાડવા,મોહનથાળ,સુખડી,ખવરાવો એમને તો કંઈક શક્તિ આવે.અહીં આવ મમતુડી તું,આ છોકરીની તું સામે તો જો કુરકરિયા ખાયને હાડકાનો ઢગલો થઈ ગઈ છે ઢગલો.

અને આ કિશનના લગ્ન કોઈને પાસેથી પૈસા લઈને સુરત આપડે કરવાની જરૂર હતી જ નહીં.તમારા
ખીસામાં પૈસા પડ્યા હોઈ તો ધામધૂમથી કરોને,હું પણ તમને ના નથી પાડતો.આ કિશનના લગ્ન તે અહીં
ગામડે જ કરીયા હોત તો અત્યારે તું મંદી મંદી કરે છો.
એ ન કરતો હોત.

હા,બાપુજી એ વાત તમારી સો ટકા સાચી.મારી પાસે
અત્યારે ઘણા બધા પૈસા હોત. અને હું મારું ઘર પણ એક લઈ શક્યો હોત.

અહીં ગામમાં બધા રેહ છે,એમને તમે સુરત જઈને ફૂંક મારી ને ઉડાડી દિધા.બાપુજી તમને કઈ ખબર ન પડે.
બાપુજી આમ જ થાય.પણ,બાપુજી જયારે દુઃખ પડે ત્યારે જ યાદ આવે.બાકી ક્યાં યાદ આવે છે.

ઓલો મગનાંનો છોકરો લાલયો સુરતથી અહીં આવી શેરી વચ્ચે એમ બોલતો હતો કે રાણો રાણાની રીતે રે તમારી પાસે કઈ હોઈ તો રાણો રાણાની રીતે રે નહીં તો તંબોલા માંથી રાણો રાણાની રીતે રે.

હું તને સુરત જવાનીના નથી પાડતો.લે આ થોડા પૈસા મારી પાસે છે,તું લઈ જા અને હા,આ પૈસાના બર્ગર અને પીઝા નહીં ખાતાં તમે.તારા બાપાના પરસેવાના પૈસા છે,અને પૈસા પાછળ બોવ ભાગ ભાગ નહિ કરતા સુરત તમારી જિંદગી બનાવવા માટે તમને મેંકલયા છે,પૈસા બનાવા માટે નહીં.

અને હા,એકવાત તો રહી જ ગઈ કે આ તારો બાપ છે,ને એ મોદીને સારી રીતે ઓળખી ગયો છે,જેમ કાશ્મીર માંથી કલમ370ને હટાવીને તેમે જ તમને એ સુરતમાંથી બધાને હટાવીને ગામડે લાવાનો છે.લખી રાખજો કાગળ પર આ રણછોડનું નામ.

લી.કલ્પેશ દિયોરા®️™️

Gujarati Story by kalpesh diyora : 111241755
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now