ખાલી જગ્યા
Fill in the blank...!
પ્રેમ સદા હૃદયના ખૂણે
ઉદભવે ને ઉભરાય...
ત્યાં ન તો ખાલી જગ્યા...રહે.
જીવનમાં *પ્રેમ*જયારે,
ખાલી જગ્યા પૂરવા થાય,
ત્યારે તે પ્રેમ નહિ પણ ઈચ્છા...બને.
એવી ઈચ્છા અનેક પાસે
પુરાય જાય પણ*પ્રેમ*
એક *મૌન*બની જાય,
કાનાએ અનેક ની ....
*ખાલી જગ્યા પૂરી*
મીરાના વિરહની
—-ખાલી જગ્યાન પૂરી..!
મૌન થી ભરાય ગઈ..!
——-ખાલી જગ્યા
Fill in the blank——!
જયશ્રી.પટેલ
૨૩/૮/૧૯