દાંતણનો પડી ગ્યો દાંત,
ખોબો એક દાંત કાઢી ચોકલેટ બોલી,
ટૂથપેસ્ટના મોભારે નાંખ,
દાંતણનો પડી ગ્યો દાંત..
કૂવાના પાણીમાં કીડા પડ્યા ને
કઢી ખિચડી હાક થૂં હાક થૂં
હાય-હલ્લો, હાવ આર યુને
ગુજરાતી ઉકલે ઝાંખુ ઝાંખુ
મિનરલ મોટેલની હેવાયી આજની પશ્ચિમથી ડાઉનલોડ જાત,
દાંતણનો પડી ગ્યો દાંત...
- પ્રકાશ પરમાર