આંસુ મારા નીકળતા હતા ને
દર્દ કોઈકને થઇ રહ્યું હતું
ખબર ન હતી પડતી કે
આ શું થઇ રહ્યું હતું
પણ જે થઇ રહ્યું હતું
એ કંઈક અજીબ જ હતું
શાયદ મારી ઓળખાણ
મને જ કરાવી રહ્યું હતું
આંસુ મારા નીકળતા હતા
પણ દર્દ કોઈકને થઇ રહ્યું હતું
લગભગ લગભગ હા કે ના નો
એક સવાલ થઇ રહ્યું હતું
સમય પણ ઓગાળવી રહ્યું હતું
તને મારામાં અને
મને તારા માં ભુલાવી રહ્યું હતું
આંસુ મારા નીકળતા હતા ને
દર્દ કોઈક ને થઇ રહ્યું હતું.