'પાગલ' હજી હસ્યા કરે છે,
તારી યાદો મા ફર્યા કરે છે.
મેં પૂછ્યું, આ વૈરાગ્ય શાનો?
તે તારું નામ રટ્યા કરે છે.
આંખો મા હજીય તેની ખીલી ઉઠે છે ચેહરો તારો,
એ પાનખર ને પણ વસંત ગણ્યા કરે છે.
કેવો અદ્ભુત સંબંધ છે આપણો!
તારી યાદો ના નશા મા "અશ્રુ અને હાસ્ય" બંને સાથે વહ્યા કરે છે.
હા!
એક તારો 'પાગલ' હજીય હસ્યા કરે છે,
તારી યાદો મા અવિરત ફર્યા કરે છે...